સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE





મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત

મોરબીના બહાદુરગઢ ગામે રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીકના બહાદુરગઢ ગામે આવેલ રામરાજનગરમાં રહેતા ઘનશ્યામભાઈ શિવાભાઈ પાડલીયા (53) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ અટેક આવ્યો હતો જેથી તેઓનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ મિયાત્રાએ કરી હોય તેમની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઘનશ્યામભાઈ ખેતી કામ કરતા હતા અને તેઓને સંતાન ન હતા.

યુવાન સારવારમાં

મોરબી નજીકના જોધપર ગામે રહેતા ધ્રુવ ભરતભાઈ દીવાકર (42) નામના યુવાને કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મુળી તાલુકાના ભેટ ગામે રહેતા જયેશ ધુસાભાઇ ધણાદિયા (22) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

હળવદમાં રહેતા સંતોષભાઈ (32) નામના યુવાને પાડોશીએ મારામારીના બનાવમાં આંખ અને માથામાં માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે




Latest News