ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો


SHARE







































માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો

માળીયાના હરીપર ગામની સીમમાંથી મીઠાના વૃદ્ધ વેપાર મશીનના ઓપરેટરને લઈને મીઠાના કારખાના તરફ મશીન ચલાવવા માટે લઈને જતાં હતા ત્યારે મશીનનો ઓપરેટર અગાઉ જ્યાં કામ કરતો હતો તે શખ્સ સહિત બે વ્યક્તિઓએ આ બાબતનો ખાર રાખીને વૃદ્ધની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યાર બાદ ધારિયા વડે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માથામાં ડાબી બાજુએ ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ તેના દીકરાને પણ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે રહેતા અને મીઠાનો વેપાર કરતા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક (72)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફતેહમહમદ અબ્દુલભાઈ ભટ્ટી રહે. માળિયા તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને બે લોકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટીનો મશીન ઓપરેટર ફરિયાદી સાથે મીઠાના કારખાનામાં મશીન ચલાવવા માટે જઈ રહ્યો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ધારીયા વડે ફરિયાદીને માથાની ડાબી બાજુએ મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જ્યારે અજાણ્યા શખ્સે ફરિયાદીના દીકરા અશરફને લાકડી વડે માર મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પી લીધું

મોરબીમાં બાયપાસ રોડ ઉપર કામધેનું પાર્ટી પ્લોટ નજીક રહેતા જયસુખભાઈ ગણેશભાઈ તારપરા (37) નામના યુવાને કોઈ કારણોસર વનાળીયા ગામે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના નવાપરામાં રહેતા રેવીબેન માણેકભાઈ ચારોલીયા (50) નામના આધેડ મહિના રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન તેને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી.

અકસ્માતમાં ઇજા
રાજસ્થાનના જોધપુર રોડ ઉપર રહેતા સાવરલાલ ઓમપ્રકાશ બિસ્નોઇ નામનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં આબુરોડથી મોરબી ટ્રક લઈને આવી રહ્યો હતો દરમિયાન હળવદ ધાંગધ્રા રોડ ઉપર ટ્રક સાથે ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
















Latest News