સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી: જિલ્લાના લોકોને રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં જોડાવા અપીલ


SHARE





મોરબીના કલેક્ટરે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી: જિલ્લાના લોકોને રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં જોડાવા અપીલ

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી વસ્તી ગણતરી-૨૦૨૭ (Census 2027) અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની વિગતો દર્જ કરી સ્વ-ગણતરીની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી છે.

આ પ્રસંગે કલેક્ટરએ મોરબી જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા અને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરવા ખાસ અનુરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટીંગ ઓપરેશન શરૂ થઈ રહ્યા છે. જેમાં આપ લોકો પોતાના સેલ્ફ એલ્યુમેરેશન se.census.gov.in ઉપર કરાવી શકશો. વસ્તી ગણતરી આપણા દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જેમાં આપ તમામ મોરબી વાસીઓને સહભાગી થવા હું જિલ્લા કલેકટર તરીકે અનુરોધ કરું છું. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ચોક્કસ ડેટાનો ઉપયોગ ભવિષ્યની પ્રજાલક્ષી યોજનાઓના સુદ્રઢ આયોજન, માળખાકીય વિકાસ અને લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને નાગરિકો વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે




Latest News