સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE





મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ નર્મદા ધ્રાંગધ્રા  બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી આવી જાય છે જેથી ખેડૂતોને નુકશાન થાય છે માટે કેનાલ રીપેર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અને અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના બહેરા કાનોને ખેડૂતોની વેદના સંભળાતી નથી અને અધિકારીને વેદના સમજાતી નથી. જેથી માયનોર કેનાલ રિપેર કરી ન હોવાથી મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થાય છે. અને ખેડૂતોને નુકશાન થાય છે તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓને આ કામ કેમ દેખાતું નથી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ખેડૂતોને અધિકારીને બેદરકારીના લીધે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે અને સાથોસાથ કેનાલનું રિપેરિંગ કામ પણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો કામ કરવામાં નહીં આવે તો ના છુટકે સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે અને કાનૂની રહે વળતર મેળવવા કોર્ટેનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News