સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ડીઝલની અછતના લીધે ઊભી થનારી સ્થિતિ માટે પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત


SHARE





મોરબીના સિરામિક ઉદ્યોગમાં ડીઝલની અછતના લીધે ઊભી થનારી સ્થિતિ માટે પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાનવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખેરની શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓને હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડનારી સંભવિત અસર અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતું કે, સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન અને પરિવહન કામગીરી પર ડીઝલના અભાવના લીધે મોટી અસર થાય તેમ છે. જેથી અહીના ઉદ્યોગોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથો સાથ તેઓએ એવી પણ રજૂઆત કરી છે કે, વીજ પુરવઠો ઓધ્યોગિક વિસ્તારમાં નિયમિત રીતે આવતો નથી જેથી કારખાનેદારો હેરાન થાય છે અને તેઓને જનરેટર ચલાવવા માટે ડીઝલ મળતું નથી જેથી આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News