સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE





મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં દારૂની 7 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીમાં સોઓરડી વરિયાનગર પાસેથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલસ વિટ્રીફાઇડ નામના કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6923 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી (23) રહે. ઊંચી માંડલ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત મોરબીમાં સોઓરડી વરિયાનગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 540 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંદીપ બેચરભાઈ ચા (32) રહે સોઓરડી વરિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News