સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી 


SHARE





વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી 

મોરબીમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ દ્વારા સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ સોશ્યલ મીડિયાના યુગમાં દીકરીઓએ કઈ કઈ બાબતોનું ધ્યના રાખવું જોઈએ તેની ઉદાહરણો સાથેથી સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ દ્વારા તા. 18 અને 19 મેં ના રોજ રાત્રે કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને સ્ત્રીઓના સંસ્કારસમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવી રહી છે. ગઇકાલે આ કાર્યક્રમના પહેલા દિવસે જાણીતા વક્તા અંકિતાબેન મુલાણીએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા બહેનો અને દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ખાસ કરીને ગુજરાત કે દેશમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ કે જેનથી મોટાભાગે મહિલાઓ અજાણ હતી તેની માહિતી આપી હતી અને ખાસ કરીને દીકરીઓએ સોશયલ મીડિયાના યુગમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે અને મહિલાઓએ પણ પોતાની દીકરીઓની સહેલી બનીને તેની સાથે કેવુ વર્તન કરવું જોઈએ તેની વિષેની ઉદાહરણ સાથેની સચોટ વાત કરી હતી. જો કે, આજે કાર્યક્રમના બીજા દિવસે બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે જેથી વધુમાં વધુ બહેનોને તેનો લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે.




Latest News