અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા


SHARE





















ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા

મોરબીના પીલુડી ગામ પાસેથી ખાવડાથી હળવદ તરફ જતી 765 કેવી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ ખાનગી કંપનીની વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે અને તે કામની સામે ખેડૂતો દ્વારા કલેક્ટરના હુકમને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાંથી સિવિલ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાં કંપની દ્વારા કામ ન કરવામાં આવે તેવી માંગ સાથે કંપનીના કોન્ટ્રાકટરને ખેતરેથી પાછા કાઢવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લામાં જેટલી પણ ખાનગી કંપનીની વીજ લાઈનો પાથરવા માટે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે ખેડૂતોને કેટલું વળતર મળશે તેની કોઈ ચર્ચા કરવામાં આવી નથી જેથી આ કામનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન મોરબીના પીલુડી ગામે વીજ પોલનું કામ ખેડૂતોએ રોકવી દીધું હતું જો કે, પાછા કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં ખેતરની અંદર જઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી કરીને તે કામને ફરીથી ખેડૂતો દ્વારા રોકાવામાં આવ્યું છે

વધુમાં મળતી વિગત પ્રમાણે ગોપાલભાઈ કડીવાર, વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અમરશીભાઈ ચારોલા, આંબારામભાઈ વામજા, મનસુખભાઈ ભુદરભાઈ, રમેશભાઈ કડીવાર, પ્રાણજીવનભાઈ પંચાસરા, નાથાલાલ અમૃતિયા, ધીરજલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ અઘારા અને અમિતભાઈ ભાડજા દ્વારા હાલમાં કલેકટરએ કાયદાની વિરુદ્ધ જે હુકમ કરેલ છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવેલ છે અને તેમ છતાં પણ તેને અવગણીને કોન્ટ્રાક્ટરના માણસો કામગીરી કરવા આવ્યા હતા. જો કે, ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને કામ કરવા દીધું ન હતું.

ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે અગાઉ પણ આ કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે કામને રોકાવામાં આવ્યો હતો અને વળતર બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા હાલમાં સુપ્રીમ કોર્ટમાં સિવિલ કેસ કરવામાં આવ્યો છે અને તેનું હજુ જજમેન્ટ આવ્યું નથી ત્યાં કંપનીના માણસો વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરવા પહોંચ્યા હતા જેથી મોરબી જિલ્લાના ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટિયા તેમજ સ્થાનિક ખેડૂતો દ્વારા કંપનીના કોન્ટ્રાક્ટરને કામગીરી બંધ કરવવામાં આવી હતી અને તેઓને પાછા કાઢવામાં આવ્યા હતા.










Latest News