સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE





ટંકારાના નેકનામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

ટંકારાના નેકના પડધરી રોડ ઉપર આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનામાં રાત્રિના સમયગાળા દરમિયાન યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનાના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કેવલકુમાર સુરેન્દ્રભાઈ સદાય (20) નામનો યુવાન કારખાનામાં નાઈટ સ્ફિટમાં નોકરી કરી રહ્યો હતો ત્યારે ફિલ્ટર પ્રેસમાં પાણીની સફાઈ કરતા સમયે ઇલેક્ટ્રીક શૉટ લાગવાના કારણે તે યુવાનને તાત્કાલિક પડધરી ખાતે આવેલા સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News