સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સલૂનમાં વાળ કપાવા આવેલા શખ્સે વારા બાબતે પિતા-પુત્રને માર મારવાના બનાવમાં હવે બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં સલૂનમાં વાળ કપાવા આવેલા શખ્સે વારા બાબતે પિતા-પુત્રને માર મારવાના બનાવમાં હવે બે શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અશોક હેર સલૂન નામની દુકાનમાં વાળ કપાવવા માટે થઈને આવેલ શખ્સે વારો લેવા બાબતે દુકાનદાર તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ બે શખ્સો દુકાને આવ્યા હતા અને દુકાનદારને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેથઈ હતી અને તે વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ હાલમાં પોલીસે દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંઘણોજા (25)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્યારૂ દાદુભાઇ પરમાર રહે. દલવાડી સર્કલ મોરબી તથા આકાશ નામનો શખ્સ આમ કુલ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 13/5 ના રાત્રીના નવે વાગ્યાના અરસામાં પ્યારૂ પરમાર ફરિયાદીની દુકાને વાળ કપાવવા માટે થઈને આવ્યો હતો અને ત્યારે વાળ કાપવામાં વારો લેવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ ફરી પાછા ફરિયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં વાળ કાપવાના વારા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને દુકાનદાર તથા તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ હવે પોલીસે ભોગ બનેલા દુકાનદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News