ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 2448 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ: 5.88 લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબી નજીકથી 2448 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ: 5.88 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવીરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી માલ વાહક રીક્ષાને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડનો દારૂની 2448 બોટલ મળી આવી હતી જેથી 2.83 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો તથા મોબાઈલ અને વાહન મળીને 5.88 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય 3 શખ્સની સામે ગુનો નોંધીને પોલિસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા બાજુથી મોરબી તરફ માલવાહક પરીક્ષાની અંદર દારૂઓ જથ્થો લઈને આવે છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ રવિરાજ ચોકડી પાસે એલસીબીની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી લીલા કલરની બજાજ મેક્સી રીક્ષા નંબર જીજે 3 બીએક્સ 3237 ને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને ત્યારબાદ તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 2448 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,83,200 ની કિંમતનો દારૂનો જથ્થો તથા વાહન અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 5,88,200 નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સમીરશા ઉર્ફે ટીનો યાકુબશા શાહમદા રહે. મકરાણીવાસ જેલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અવેશભાઈ પીલુડિયા રહે. વીસીપરા મોરબી અને સલીમભાઈ કટિયા રહે. મચ્છીપીઠ મોરબી વળાના નામે સામે આવેલ છે જેથી 3 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News