સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર કારથી એક્ટિવાને ટક્કર મારી યુવાનની આંખમાં મરચું છાંટી છરીની અણીએ 8.38 લાખની લૂંટ


SHARE





મોરબીના સરતાનપર રોડ ઉપર કારથી એક્ટિવાને ટક્કર મારીને યુવાનની આંખમાં મરચું છાંટીને છરીની અણીએ 8.38 લાખની લૂંટ

મોરબીમાં સોમવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપરથી યુવાનો એક્ટિવા લઈને જઇ રહ્યો હતો ત્યારે તેના એક્ટિવાને કારથી ટક્કર મારીને કારમાં આવેલ અજાણ્યા ત્રણ બૂકણીધારી શખ્સોએ આંખમાં મરચાંની ભૂકી છાંટીને તેમજ છરી બતાવીને યુવાન પાસે ઠેલા રોકડા 9.89 લાખ રૂપિયામાંથી 8,38,500 ની લૂંટ કરી હતી અને ત્યાર બાદ લૂંટારુઓ નાસી ગયા હતા જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી મની ટ્રાન્સફરમાં કલેક્શનનું કમિશન ઉપર કામ કરતા ફારુક રજાકભાઈ સુમરા (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર જીજે 27 કે 1126 માં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના લાલપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા, માટેલ અને સરતાનપર રોડ ઉપરના જુદા જુદા કલેક્શન સેન્ટરો ઉપરથી રોકડા રૂપિયા પોતાના થેલામાં લઈને તે પોતાનુ એક્ટિવા નંબર જીજે 36 એએન 5702 લઈને સરતાનપર રોડે આવેલ મોટો સીરામીકથી સેન્સો ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગાડી નંબર જીજે 27 કે 1126 લઈને આવેલ 3 અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા ફારુક સુમરાના એક્ટિવા સાથે કાર અથડાવીને અકસ્માત કરવામાં આવેલ હતો અને ત્યારબાદ કારમાં આવેલા શખ્સોએ તેની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને ત્રણ પૈકીનાં એક શખ્સે છરી બતાવી હતી અને ફારૂક સુમરા પાસેથી 9.89 લાખ રૂપિયામાંથી 8,38,500 ની લૂંટ કરી હતી અને આરોપીઓ તેની કાર લઈને નાસી ગયા હતા જોકે, લૂંટ કરવા આવેલા શખ્સોની કારની એક બાજુની નંબર પ્લેટ ભોગ બનેલા યુવાને ગાડીમાંથી ખેંચી લીધી હતી જેથી હાલમાં પોલીસે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News