વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં


SHARE







થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો  ગેસ કંપની પાસેથી એમજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા થર્ટી ફાસ્ટની પૂર્વ સંધ્યાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે એમજીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોને જ મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા છે જેથી કરીને ઉદ્યોગકારો દ્વારા હાલમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે તે એમજીઓ કરાર બંધ કરેલ છે જેથી કરીને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના લગભગ 99 ટકા ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે એમજીઓ કરીને કરાર આધારીત ગેસ મેળવી રહ્યા છે કારણ કે એમજીઓ કરાર કરેલ હોય તો ગેસ નોન એમજીઓ કરતાં લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો સસ્તો મળતો હોય છે જેથી કરીને તેઓને ઉત્પાદનની કિંમત નીચે લાવવામાં અને બજારમાં ટકી રહેવા માટે થઈને ફાયદો થતો હોય છે

પરંતુ હાલમાં અચાનક ગુજરાત ગેસ કંપની દ્વારા એમજીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાયેલ છે અને હાલમાં મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સહિતના લગભગ 500 જેટલા સિરામિક ઉદ્યોગકારો મોરબીના લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યું છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે એમજીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયનો વિરોધ સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગકારોની માંગ છે કે એમજીઓ કરાર કરીને જે રીતે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે મુજબ જ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલુ રાખવામાં આવે તે જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો ને એ,જીઓ કરાર કરે તો 58.89 રૂપિયાના ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે અને જો તે નોન એમજીઓ હોય તો તે જ ગેસ 62.75 રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને મળે તેવી શક્યતા છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લાગતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો ઉપર સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લગભગ સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવા માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા આ રીતે અચાનક જ એમજીઓ કરનાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં અહીંના સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી છે




Latest News