વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાઓને રોજગારી પત્રો અને એપ્રેન્ટીસશીપ યોજનાઓના કરારપત્રો એનાયત કરાયા


SHARE







મોરબીમાં યુવાઓને રોજગારી પત્રો અને એપ્રેન્ટીસશીપ યોજનાઓના કરારપત્રો એનાયત કરાયા

ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબીના ટાઉનહોલ ખાતે ગુરુવારે જિલ્લા રોજગાર કચેરી તેમજ જિલ્લા શ્રમ આયુક્તની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા પ્રાથમિક પસંદગી પામેલા ૪૮૬ યુવાઓ અને ૫૨૦ જેટલા તાલીમાર્થીઓને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કરારપત્રો મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસની નવી દિશા અને નવી તકો મળી રહી છે. દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી મહત્વની છે ત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રોજગાર કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગાર પામેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળના તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ડી.જે. મહેતા એ મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડની ચાલી રહેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૭૦ હજાર જેટલી ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ કાર્ડ થકી અસંગઠીત ક્ષેત્રના કામદારોને ૨ લાખ રૂપિયા સુધીનું વિમા કવચ મળે છે જેથી જે લોકો ઇ-શ્રમ કાર્ડથી વંચિત છે તેમને કાર્ડ કઢાવવા પ્રેરિત કરવા અને આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવી લેવા અનુરોધ કર્યો હતો.મોરબી આઇટીઆઇના પ્રિન્સીપાલ પરમારે મોરબીમાં સીરામીક ઉદ્યોગની ડિમાન્ડને ધ્યાને લઇ યુવાનોને આધુનિક ટેકનોલોજીથી અવગત કરાવવા વિવિધ કોર્સ ડેવલપ કર્યા હોવાનું પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા તેમજ કાર્યક્રમની આભારવિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેક્ટર એન.કે.મુછાર સહિત નગરપાલિકાના સદસ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ ઉપરાંત રોજગાર કચેરી અને શ્રમ આયુક્ત કચેરીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
 




Latest News