મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો


SHARE













મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો

મોરબી શહેર તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની જુદીજુદી પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં દારૂની નાની મોટી કુલ મળીને 110 જેટલી બોટલો કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના વજેપર શેરી નંબર 13 માં સસ્તા અને ની દુકાન વાળી શેરીમાં રહેતા જગદીશભાઈ બાંભણિયાના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 19 બોટલ તથા મોટી 4 બોટલ મળી આવી હતી.જેથી પોલીસે 7480 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા રહે. વજેપર શેરી નં-13 મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના કાલિકાનગર ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 2 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 400 ની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી ઘોઘાભાઈ ઉર્ફે સુરેશ જગદીશભાઈ ભોજવિયા (40) રહે. કાલિકાનગર મોરબી વાળાને પકડીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 80 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 10,960 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા (30) રહે. બેલા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ મકવાણાના મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 10 લિટર દેશી દારૂ તથા 3 વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે કુલ મળીને 3800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિપુલભાઈ દિનેશભાઈ મકવાણા (31) રહે. જુના દેવળીયા વાળાને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ કુબેર ટોકીઝ પાસે વિશાલ ફર્નિચર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 160 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ગોવિંદ ઉર્ફે રાહુલ શિવજીભાઈ સરવૈયા (21) રહે.નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલની પાછળ લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો થયો છે.






Latest News