મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામનો બનાવ: યુવતીને ભગાડી ગયેલ યુવાનના માતા, પિતા, ભાઈ અને ભત્રીજીને ઘરમાં ઘૂસીને યુવતીના પરિવારજનોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના રાયસંગપર ગામનો બનાવ: યુવતીને ભગાડી ગયેલ યુવાનના માતા, પિતા, ભાઈ અને ભત્રીજીને ઘરમાં ઘૂસીને યુવતીના પરિવારજનોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રાયસંગપર ગામે રહેતો યુવાન તેજ ગામની અંદર રહેતા પરિવારની દીકરીને ભગાડી ગયો છે જેથી દીકરીના માતા-પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવતીને ગાડી જનાર યુવાનના ઘરમાં પ્રવેશ કરીને યુવાનની માતા, પિતા, ભાઈ, ભત્રીજી વિગેરેને ઢિકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તથા તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે 

મૂળ હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતા અને છેલ્લા 6 મહિનાથી રાયસંગપર ગામે પિયરમાં રિસામણે બેઠેલ શોભનાબેન મુકેશભાઈ ઉચાણા (25)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ડાભી, જશવંતભાઈ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈ ડાભી, જયશ્રીબેન જશવંતભાઈ ડાભી, કડવીબેન વિઠ્ઠલભાઈ ડાભી, જોસનાબેન ઘનશ્યામભાઈ ડાભી, વિનોદ વિઠ્ઠલભાઈ ડાભી અને વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી રહે. બધા રાયસંગપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઘનશ્યામભાઈના સાળાની દીકરીને ફરિયાદીનો ભાઈ મહેશ ભગાડી ગયેલ હોય તે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘરની અંદર પ્રવેશ કરીને ફરિયાદીના માતા હિમીબેનને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જશવંતભાઈ અને જયશ્રીબેને ફરિયાદીની ભત્રીજી દક્ષાને વાળ પકડીને ઢસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા કડવીબેને ફરિયાદીની માતા હિમીબેનને પગમાં લાકડાનો ધોકો મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે જોસનાબેનને ફરિયાદીના પિતાને ખભાના ભાગે લાકડાનો ધોકો મારીને ઈજા કરી હતી અને વિનોદ ડાભીએ ફરિયાદી શીવાભાઈના ભાઈને નાકે લાકડાનો ધોકો મારીને ફેક્ચર જેવી ઇજા કરે છે અને વિઠ્ઠલભાઈ ડાભી એ ફરિયાદીના ભાઈ શીવાભાઈને માથામાં લાકડાનો ધોકો મારીને ઇજા કરેલ છે તથા ઘનશ્યામભાઈએ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા દિલીપભાઈ વિરમભાઈ માકાસણા (54) નામના આધેડને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીક પગપાળા જતા હતા ત્યારે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

દવા પી લેતા સારવારમાં

મોરબીમાં ઇન્દીરાનગર પાસે આવેલ ભક્તિનગર વિસ્તારમાં રહેતા દીપકકુમાર રમેશભાઈ પંડ્યા (44) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News