મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !


SHARE







મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !

મોરબીમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી યુવતીએ કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતી યુવતીને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા તે યુવતીએ ખડ બાળવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં રહેતા મનીષભાઈ ભીખુભાઈ રેણુકાની 20 વર્ષની દીકરી પલવીબેને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા અરવિંદભાઈ ઘોઘાભાઈ બાવળીયાની 18 વર્ષની દીકરી ટમુબેનને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું અને તે બાબતે તેને મનોમન લાગી આવતા ટમુબેને પોતાની જાતે ખડ બાળવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News