મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ


SHARE







મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીના નાલા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી 44 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી દારૂ, વાહન, મોબાઈલ અને રોકડ મળીને 88,800 ના મુદામાલ સાથે બે આરોપીને પકડવામાં આવેલ છે અને બે મહિલા આરોપીના નામ સામે આવેલ છે જયારે શનાળા નજીકથી દારૂની બે બોટલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે. જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં કબીર ટેકરીના નાલા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નં જીજે 1 ટીએચ 7104 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 44 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 8,800 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા, 12,500 રૂપિયા રોકડા તેમજ 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 88,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સલીમભાઈ કાદરભાઈ શેખ (45) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી અને અસગરભાઈ હુસેનભાઇ સેડાત (32) રહે. કુલીનગર-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો હનીફાબેન હુસેનભાઇ સેડાત પાસેથી મેળવીને નિકિતાબેન હિતેશભાઈ પાટડીયા રહે. કબીર ટેકરી મોરબી વાળાને આપવા જતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને બંને મહિલા આરોપીઓને પકડવા માટેની તજવીજ તજવીજ શરૂ કરી છે જયારે મોરબીના સનાળા ગામથી આગળ આવેલ ટાટાના શોરૂમ પાસેથી પસાર થઈ રહેલી અલ્ટો ગાડી નંબર જીજે 36 બી 1183 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 2 બોટલ મળી આવી હોય 240 ની કિંમતનો દારૂ તથા 1.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી કબજે કરવામાં આવેલ છે અને હાલમાં આરોપી મીન્ટુભાઈ અતુલભાઇ દેસાઈ (23) રહે. શ્રીમદ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા રહે શક્ત શનાળા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News