મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં


SHARE











મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં

માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલ ખાતે યુવાન તેના મિત્રોની સાથે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે હોટેલ ઇકો ગાડીમાં પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને શિવમ રબારીના રૂપિયા કેમ નથી આપતો તેવું કહીને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને તેને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલ યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજયું હતું જેથી હત્યાના આ બનાવમાં બનાવ સમયે ઇજા પામેલા મૃતક યુવાનના મિત્રની ફરિયાદ લઈને પોલીસે કુલ મળીને 6 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ જેતપર ગામના રહેવાસી અનિલ હરિલાલ કંડિયા (28) નામનો યુવાન માળીયા હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલ ખાતે તેના મિત્રોની સાથે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ તેના ઉપર છરી વડે હુમલો કરીને તેને પડખાના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનને મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવ સંદર્ભે મોરબીના આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને શિવમ રબારી (હોથલ ફાયનાન્સ વાળા), રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે .

જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, તે અને અનિલ કંડિયા તેમજ ગૌરક્ષક પાર્થ મનસુખભાઈ નેસડીયા, વિશાલ મનસુખ નેસડીયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ માળિયા ધ્રાંગધ્રા હાઈવે રોડ પર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલ આઈસર નીકળવાનું છે તેવી હક્કિત હતી જેથી કરીને વોચ રાખીને બેઠા હતા અને રાતે ધૈર્ય હોટેલે નાસ્તો કરવા ગયા હતા તેવામાં એક ઇકો ગાડી ત્યાં આવી હતી જેમાંથી આરોપી રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ નીચે ઉતર્યા હતા અને બધાના હાથમાં છરી હતી ત્યાર બાદ આરોપીઓએ અનીલ કંડિયા પાસે આવીને કહ્યું હતું કે, “અમને બધાને હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી” અને ત્યાર બાદ ઝઘડો કર્યો હતો અને અનિલભાઈને મારી નાખવાના ઈરાદે છરીના ઘા કિશન ચૌહાણ અને રમેશ રબારીમાર્યા હતા.

ત્યારે અનિલને બચાવવા માટે ફરિયાદી વચ્ચે પડતા પૃથ્વીરાજસિંહે તેને છરીનો ઘા માર્યો હતો અને ત્યાર બાદ હોટેલ વાળા અને ફરિયાદી તેમજ અનિલની સાથે રહેલા લોકો તેઓને બચાવવા માટે વચ્ચે પડતા પાંચેય શખ્સો ઇકો ગાડી લઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જેથી કરીને ઇજા પામેલ અનિલ અને ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને તે પૈકી અનિલ કંડિયાને રાજકોટ સુધી લઈ ગયા હતા. ત્યાં ચાલુ સારવારે તેનું મોત નીપજયું હતું ઉલેખનીય છે કે, મૃતક અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી પાસેથી રૂપિયા લીધેલ હતા. જેની લેતીદેતી મામલે શિવમ રબારીએ અગાઉથી કાવતરું કરીને તેના પાંચ માણસોને છરી જેવા હથિયાર સાથે અનિલ પાસે મોકલ્યા હતા અને યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.






Latest News