મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE







મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

મોરબી કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રીર્ટનની ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડાસરાએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ ૨૦૧૯ માં સંબંધના દાવે હાથ ઉછીના પેટે રૂપીયા ૧૩,૩૫,૦૦૦ આપેલ હતા.જે બાબતની મનીષભાઈ અને ભરતભાઈ વચ્ચે પ્રોમીસરી નોટ કરવામાં આવેલ હતી.જેની સામે ભરતભાઈએ મનીષભાઈને અલગ અલગ ચેકો આપેલ હતાં.જે ચેક મનીષભાઈએ પોતાના નાણાં વસુલવા પોતાના બેંક ખાતામાં રજુ કરતાં, ચેક વણચુકવ્યે પરત થતાં, મનીષભાઈએ ભરતભાઇને વકીલ મારફત નોટીસ આપેલ છતાં તેઓએ ચેકની રકમ ન આપતાં અંતે મનીષભાઈએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર ૫૬૦૩/૨૦૨૨ થી કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ રૂપીયા ૨૬,૭૦,૦૦૦ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજા ફરમાવવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે એડ.આશિષ.ડી.ચાવડા અને એડ.મિતરાજસિંહ કે.જાડેજા રોકાયેલ હતાં.






Latest News