મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ઢિકાપાટુનો મારમાર્યો હતો તેમજ માથામાં ધોકો મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જતીનભાઈ લાલજીભાઈ સારીયા, મેરૂભાઈ લાલજીભાઈ સાદરીયા અને દીપકભાઈ ગિરધરભાઈ સારીયા રહે. બધા આરોગ્યનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મેરૂભાઈ સાથે થયેલ અગાઉ બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને ફરિયાદી જયારે વાંકાનેરમાં બસ સ્ટેશનના ગેટ પાસે હાજર હતો ત્યારે જતીનભાઈએ ગાળો આપીને માથામાં લાકડાનો ધોકો ફટકાર્યો હતો જ્યારે મેરૂભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ઇજા કરી હતી તો દીપકભાઈએ ફરિયાદીને આ બાબતે કેસ કરીશ તો માર મારશું તેવી ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News