મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

વિદ્યાર્થીઓના મન મસ્તિષ્કમાં પ્રાથમિક શાળાની યાદો ચિરંજીવ રહે એવા ઉમદા હેતુ સાથે મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો.8 ની બાળાઓનો દિક્ષાંત સમારોહ, વિદાય સમારોહ યોજાઈ ગયો હતો આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ, રાષ્ટ્રભકતિ,રાષ્ટ્રસેવા, દેશની એકતા અને અખંડિતતા દર્શાવતા સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા,આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપ સૌ આગળ અભ્યાસ કરજો, ખુબજ મહેનત કરી, હોશિયાર બની શાળાનું અને આપના પરિવારનું નામ રોશન કરજો, દિકરીઓ પર બે કુળને તરવાની જવાબદારી હોય એ જવાબદારી બરાબર નિભાવજો, વગેરે વાતો કરી હતી, બાળાઓએ પણ પોતાના આ શાળાના આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. ધો.8 ની તમામ બાળાઓ તરફથી પાણીનું નાનું કુલર શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું, શાળા તરફથી તમામ બાળાઓને ભાવતા ભોજનીયા જમાડી વિદાય આપવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં શાળાના તમામ સરસ્વત શિક્ષક બંધુ ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News