મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર


SHARE







ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર

૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી નિર્મલભાઇ જારીયા તથા તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત જણાવ્યુ હતું કે, આપણું ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર એક આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે ડંકો વગાડ્યો છે. ગુજરાત વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહીને ભારતની વિકાસયાત્રાનું એન્જિન સાબિત થયું છે, જેનો શ્રેય દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય છે.

વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મક્કમ નેતૃત્વમાં ગુજરાતમાં જે વિકાસનો મજબૂત પાયો નખાયો છે, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર વેગવંતી બનાવી આગળ ધપાવી રહી છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે. અને મોરબી જિલ્લો પણ ગુજરાતની આ વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો છે. અને સ્થાપના દિવસે ભાજપના આગેવાનોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ગુજરાતને હજુ વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે સંગઠન અને સરકાર ખભેખભા મિલાવીને કાર્યરત રહેશે. તેવી માહિતી મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીએ આપી છે.






Latest News