મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

હળવદ માર્કેટ યાર્ડમાં આઇસર ગાડી મૂકવા ગયેલ યુવાન રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જવા માટે જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચા (29)એ હાલમાં આર્ટિકા કાર નંબર જીજે 3 પીજે 7105 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ હળવદ માર્કેટયાર્ડ પાસેથી તેઓના મોટાભાઈ અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચા (31) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવીને ફરિયાદીના ભાઈને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અરવિંદભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક અરવિંદભાઈના લગ્ન થઈ ગયા હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને તેઓ માર્કેટયાર્ડમાં આઈસર ચલાવતા હોય આઇસર ગાડી હળવદ માર્કેટ યાર્ડમાં મુકવા માટે ગયા હતા અને ત્યાંથી રોડની સામેની બાજુએ તેમનું બાઈક પડ્યું હતું જેથી તે લઈને તેઓને ઘર તરફ જવું હતું જો કે, તે પહેલા જ રોડ ઉપર કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનનું મોત નીપજતા ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News