મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ


SHARE









મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં "શાસન સ્પર્શ" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબીની સોની બજાર સ્થિત ઉપાશ્રયમાં ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણક પવિત્ર દિવસે તા.૨૬-૪ ને રવિવારના રોજ "શાસન સ્પર્શ" નો ભક્તિસભર કાર્યક્રમ ૩૫૦ થી વધારે ભાવિકોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંઘરત્ન પ્રમુખ નવિનભાઈ દોશીએ ધ્વજારોહણ કર્યું હતું. તેમની સાથે સંઘદીપિકા ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, હસમુખભાઈ દોશી, અશોકભાઈ મહેતા, કેતન મહેતા, સમીર મહેતા, કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી વગેરેએ જૈન ધ્વજને વધાવ્યો હતો. ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ ૨૫૮૨ માં શાસન સ્થાપના વર્ષ નિમિત્તે શાસન વંદના કરી જૈન ધર્મ, આગમ અને આદર્શોને અનુસરવા તથા વફાદાર રહેવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

તરલાકુમારી આર્યાજીના માર્ગદર્શન મુજબ ૩૦ થી વધુ નાના-મોટા કુમાર અને કમારિકાઓએ ગીત-ડાન્સ, સંવાદ અને વિવિધ પાત્રોના અભિનય દ્વારા કાર્યક્રમને ખૂબ જ રોચક બનાવ્યો હતો. કથ્થક નૃત્ય અને ભરત નાટ્યમમાં નવકાર મંત્ર અને ત્રિપદીના ગીતમાં ભાવભંગિમા, લય અને નૃત્ય જોઈને સૌ ઉપસ્થિતો પ્રભાવિત થયા હતા. મુખ્ય પાત્રોમાં નૈતિક ખોખાણી, શિલ્પા પિયુષભાઈ દફતરી, પ્રીતી મહેતા, મિઝા કપાસી, પારુલ મહેતા, મોનાર્ક દતરી, ધ્રુવ મહેતા, મીતિત મહેતા, મોક્ષા, હેત્વી, ખુશી, શોભા, શ્રદ્ધા, પ્રિયા પટેલ, ડૉ. વૈભવ અને નિધિ દતરી, મેઘા દફતરી, ધાર્મી મહેતા, વિહા દફતરી વગેરેએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કૃતિઓની કોરિયોગ્રાફી અમિતા દફ્તરી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન કેતન મહેતા અને હેતલબેન દફતરીએ સંભાળ્યું હતું. આજના આ શુભ દિવસે હિતેષભાઈ દોશીએ વર્ષીતપનું પારણું પણ કર્યું હતું, જે નિમિત્તે જૈન સંઘ તરફથી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડૉ. પૂ. ચિંતનચંદ્રજી સ્વામીએ પ્રવચન પુષ્પોમાં ભગવાન મહાવીરની પુરુષાર્થ યાત્રાથી લઈને કેવલજ્ઞાન સુધીની સફરની સુંદર રજુઆત કરી હતી. આ પ્રસંગે સાધર્મિક ભક્તિ તથા ગૌતમ પ્રસાદીનો લાભ લેનાર મીતા કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી, કેતન દીપ્તિ દત્તરી તથા લાલાભાઈ પ્રિન્સ કેટરર્સ વાળાની સેવા અને ગુરુ ભક્તિની અનુમોદના કરીને પૂ. આચાર્ય ભાવચંદ્રજી સ્વામીએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News