મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ


SHARE













મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ

મોરબીના સોઓરડી વિસ્તારમાં ત્રિમંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને સમાજમાં બદનામ કરવા માટે તે દારૂ વેચતો હોવાની ખોટી વાતો એક શખ્સ દ્વારા કરવામાં આવતી હતી જેથી યુવાને તેની સાથે જવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ઝાપટો મારી હતી અને નળિયાના ટુકડા વડે માથામાં મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે પક્ષેથી પણ મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ લઈ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોરડી પાસે આવેલ ચામુંડાનગર શેરી નં.1 માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (42)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ જેઠાભાઇ ચાવડા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવા છતાં આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી હતી અને પોતાની સાથે આવવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “તું મને બધી જગ્યાએ ખોટી વાત કરીને બદનામ કરે છે જેથી મારે તારી સાથે આવું નથી” તેવું કહેતા આરોપીને તે સારું લાગ્યું ન હતું અને તેને ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને નળિયાનો ટુકડો ઉપાડીને ફરિયાદીને માથાના ભાગે મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર સામે રહેતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (44)એ મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુ ગૌતમભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સમાજ સેવાનું કામ કરે છે અને સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા સમાજને માહિતગાર કરે છે જો કે, આરોપી જયુ સોલંકીના પિતા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેથી બંને આરોપીઓને તે સારું નહીં લગતા તેનો ખાર રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ જાહેરમાં ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને પગના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News