મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો


SHARE













લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો

આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ચકલા ઘર તથા તેમની તૃષા છીપાવવા માટે માટીના ઠંડા કુંડા (પરબિયા) નુ વિનામૂલ્યે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વ દિવાળીબેન ચકુભાઈ ફુલતરિયાની ૩૩ મી પુણ્યતિથી નિમિત્તે ચકલા ઘર તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પાણીના માટીના પરબિયા તેમજ આ કાળઝાળ ગરમીમાં ચકલા ઘર તથા પરબિયા લઇ જતા જીવદયા પ્રેમીઓ અને રાહ દારીઓને સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પિન્ટુગિરિ દ્વારા વરિયાળી સરબત પાવામાં આવ્યું હતું.

આ ત્રિવિધ જીવદયા સેવાકીય પ્રવૃત્તિમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ ટી.સુવારિયાના માર્ગદર્શન તળે તથા શ્રી રામ કબૂતર ઘરના ટ્રસ્ટી વાઘજીભાઈ ચકુભાઈ ફુલતરિયા અને તેમના પરિવારની હાજરીમા ૧૦૦૦ ચકલા ઘર અને પરબિયાનુ વિતરણ કરવામાં આવ્યુ.આ સેવાકાર્ય મા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી તથા ઝેડસી કેશુભાઈ દેત્રોજા તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડીજી રમેશભાઈ રૂપાલા, પુર્વ પ્રમુખ એ.એસ.સુરાણી તથા પાસ્ટ ખજાનચી મણીલાલ જે. કાવર, નાનજીભાઈ મોરડીયા સભ્ય મહાદેવભાઈ ચિખલિયા બાલુભાઈ પાચોટીયા, રશ્મિકાબેન રૂપાલા સત્યેશ્વર મહાદેવના પુજારી તથા અન્ય સેવાભાવી ભાઈઓ દ્વારા આ ત્રિવેણી સંગમ જેવો જીવદયા સેવાકીય પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો આ સેવાકાર્યના પ્રોજેકટ ચેરમેન ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા હતા એવું લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News