મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, મૃતક યુવાન નવલખી ફાટક પાસે રહેતો હતો.યુવાન કેનાલમાં પાણી પીવા ગયો હતો ત્યારે લપસી પડવાને કારણે ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબીના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુમાં રહેતો સંજયભાઇ વિનુભાઇ જસમુલીયા નામનો ૨૦ વર્ષીય યુવાન ત્રણેક દિવસ પહેલા ઉંચી માંડલ ગામે હતો અને તે કેનાલના કાંઠે પાણી પીવા જતી વખતે અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અગાઉ જ્યારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મોતનું કારણ અકબંધ હતું. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડીમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ સી.એમ.કરકર તથા રાઇટર હરસુખભાઈ દ્વારા તે ગુનામાં સંડોવાયેલા કેતન લાલજી સંઘાણી (૩૨) રહે.ઘુંટુ તા.મોરબી તથા સંદીપ માવજીભાઈ મેરજા (૪૩) રહે.મહેન્દ્રનગર તા.મોરબી સામે ધોરણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નાગડાવાસ ગામની પાસે ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં અજીતસિંહ નવલસિંહ ઝાલા (૩૯) રહે.પાવન પાર્ક શેરી નંબર-૫ સામાકાંઠે મોરબી-૨ ને ઈજાઓ થઈ હોય આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઢીલાભાઈ ઉમરભાઈ ચાડમિયા (૩૦) અને સામેના પક્ષેથી સંજય લેવીજભાઇ મંડુરીયા (૩૦) રહે.ટીટા ચોકડી સરતાનપર ને ઇજા થયેલી હોય તે બંનેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા




Latest News