મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ


SHARE







હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે પૂર્વે આજે મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો સુધી ઇવીએમ મશીન સહિતની મશીનરી તથા સ્ટાફ પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાઓ થઈ જાય તેના માટેની ચૂંટણી વિભાગ દ્વારા તકેદારી રાખવામા આવી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે તા. 26 ના રોજ મતદાન થવાનું છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની કુલ મળીને 250 જેટલી બેઠકો ઉપર ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન સહિતની મશીનરી તથા સ્ટાફને પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા તથા મોરબી તાલુકા પંચાયત અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો માટેનું રીસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનિક કોલેજ ખાતે રાખવામા આવ્યું છે. ત્યાંથી આજે ઇવીએમ મશીન સહિતની મશીનરી અને સ્ટાફને મતદાન મથક ઉપર રવાના કરવા માટેનું કામ આજે ચૂંટણી વિભાગ દ્વારા આજે કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધીના સમય ગાળામાં શાંત પૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે.

વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. અને જિલ્લામાં કુલ 857 મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ 4285 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. અને મોરબી મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ 857 મતદાન મથકો અને 544 લોકેશનમાંથી 225 મતદાન મથકો અને 163 લોકેશન સંવેદનશીલ છે. ત્યાં પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે.




Latest News