મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE











હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત

હળવદના ગોલાસણ ગામે રહેતા યુવાનના ભત્રીજા અને ભત્રીજીઓના લગ્નનો પ્રસંગ હતો જેથી કરીને તે પોતાના સાળાના દીકરાને લેવા માટે બાઈક લઈને જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના ઊંચી અને નીચી માંડલ વચ્ચે બાપાસીતારામ હોટલ પાસે બોલેરોના ચાલકે પાછળ જોયા વગર વણાંક વાળી લીધો હતો જેથી બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મેપાભાઇ કાળાભાઈ સાવડીયા (45)એ બોલેરો પીકપ ગાડી નંબર જીજે 13 એએક્સ 0784 ના ચાલક રમેશભાઈ ઈશ્વરભાઈ સુરાણી રહે. રોયલ પાર્ક સોસાયટી એપાર્ટમેન્ટ-1 બ્લોક નંબર 301 મહેન્દ્રનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ફરિયાદી તથા તેના નાના ભાઈ પરબતભાઈના દીકરા અને દીકરીઓના  લગ્ન લખેલા હતા અને તા. 27/4 ના રોજ ફરિયાદી તથા તેના ભાઈના દીકરા દીકરીઓના લગ્ન હતા જેથી ફરિયાદીનો નાનો ભાઈ બાબુભાઈ કાળાભાઈ સવાડીયા (42) બાઈક નંબર જીજી 36 બીએ 5935 લઈને પોતાના નાના દીકરા રોહિત (13)ને સાથે બાઈક ઉપર બેસાડીને મકાનસર ગામે તેના સાળાના દિકરાને લેવા માટે થઈને જતો હતો તેવામાં બાબુભાઈના ફોનમાંથી ફરિયાદીને ફોન આવ્યો હતો અને તેમાં રોહિતે વાત કરતાં કહ્યું હતું કે, ઊંચી અને નીચે માંડલ નજીક બાપાસીતારામ હોટલ પાસે બોલેરો ગાડી સાથે બાઈકનું એક્સિડન્ટ થયું છે અને પપ્પા બેભાન થઈ ગયા છે તેથી ફરિયાદી અને તેના પરિવારજનોતાત્કાલિક પોલીસને આ બનાવની જાણ કરી હતી અને અકસ્માતના આ બનાવમાં બાબુભાઈને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા વધુમાં મળતી માહિતી મુજબ આરોપીપોતાનું વાહન મહેન્દ્રનગર ચોકડીથી હળવદ તરફ લઈને જતો હતો ત્યારે ઊંચી અને નીચી માંડલ વચ્ચે બાપાસીતારામ હોટલ પાસેની કટમાં પાછળ જોયા વગર અચાનક તેણે પોતાનું વાહન વણાંક વાળી લીધું હતું અને બોલેરો તથા બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News