ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો


SHARE













મોરબીના વાવડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે મહિલા વેપારીની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો

મોરબીના વાવડી ગામે રાત્રિના સમયે દુકાને મહિલા વેપારી બેઠા હતા.દરમિયાન ત્યાં બે શખ્સો આવ્યા કાર લઇને હતા અને વ્યાજે લીધેલા રૂપિયાની લેતી-દેતી બાબતે મહિલા વેપારી અને તેના દિકરાની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ માતા-પુત્રને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી ત્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. જેથી જે શખ્સોએ મહિલા અને તેમા દિકરાની સાથે માથાકૂટ કરી હતી.તેઓ પોતાની સ્કોર્પિયો ગાડી લઈને જતા હતા.ત્યારે ત્યાં એકત્રિત થયેલ લોકો પૈકીના એક વ્યક્તિને સ્કોર્પિયો ગાડીની ટક્કર મારીને ઉડાવ્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ મહિલા વેપારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને રાઉન્ડ અપ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

મોરબી શહેરી વિસ્તાર અને જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થાય તેવી ઘટનાઓ મોરબીમાં હવે રોજિંદી બની ગઈ છે.એક દિવસ પહેલાં માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર હોટલ પાસે મિત્રની સાથે નાસ્તો કરતા યુવાનની રૂપિયાની લેતી-દેતી બાબતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.તે બનાવની સાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબી નજીકના વાવડી ગામે આવેલ શિવાલય કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરમાં કુળદેવી બેકરીના નામે દુકાન ધરાવતા મયુરીબેન રૂપાલા નામના મહિલા વેપારી પોતાની દુકાને હતા ત્યારે રૂપિયાની લેતી-દેતી બાબતે ત્યાં બે શખ્સોએ બખેડો કરીને મહિલા સાથે ઝઘડો કરીને તેને તથા તેના દિકરાને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. હાલમાં આ બનાવ સંદર્ભે વાવડી ગામે કુળદેવી બેકરી ધરાવતા મયુરીબેન દિલીપભાઈ રામજીભાઇ રૂપાલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે લાલો સવસેટા રહે.ખોડીયાર પાંઉભાજી પાસે ભકિતનગર સર્કલ પાસે શનાળા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગો સવસેટા રહે.ઓમશાંતિ સોસાયટી કબીર આશ્રમ પાસે નાની વાવડી તા.મોરબી નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

​​​​​ફરિયાદીમાં મયુરીબેન રૂપાલાએ જણાવ્યુ હતુ છે કેતેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે આરોપીઓ ત્યાં તેમની સ્કોર્પીયો કાર નંબર જીજે ૩૬ એએલ ૦૦૦૫ માં આવ્યા હતા અને દુકાન બંધ કરી દેવા ધમકી આપી હતી.પૈસાની લેતી-દેતી બાબતે બંને આરોપીઓએ ફરિયાદી મહિલા અને તેમના પુત્ર જીત દિલીપભાઇ રૂપાલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.જેના આધારે પોલીસે એ ડિવિઝન ખાતે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની તપાસ માટે તજવી શરૂ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે વાવડી ગામે બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તે સીસીટીવી કેમેરાના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.જયારે મહિલા સાથે દુકાને માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે લોકો એકત્રિત થયા હતા.તે પૈકીનાં એક વ્યક્તિને આરોપીએ તેમની સ્કોર્પિયો ગાડીથી ઉડાવ્યો હતો જે ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

મોરબી શહેરી વિસ્તારમાં નજીવી વાતમાં સોની વેપારીની હત્યા, માળિયા તાલુકા વિસ્તારમાં રૂપિયાની લેતી લેતી બાબતે ગૌરક્ષક યુવાનની હત્યા અને વાવડી ગામે રૂપિયાની લેતી લેતી બાબતે બોલાચાલી કરીને મહિલા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.આ ઘટનાઓ મોરબીમાં રોજિંદી બની ગઈ હોય પોલીસના અસ્તિત્વ સામે પણ હવે પ્રશ્નો ઊભા થાય તેવો ઘાટ સર્જાયો છે.એક બાજુ રાજ્યના ગૃહ મંત્રી આરોપીઓની સાન ઠેકાણે લાવવા માટે વરઘોડા કાઢવાની વાતો કરે છે અને બીજી બાજુ મોરબીમાં રોજેરોજ ક્રાઈમ રેટ વધતો હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે.જે મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય છે.






Latest News