હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો


SHARE









વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો

વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત ભરતને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ભરત અમરશીભાઈ બારીયા (ઉંમર વર્ષ 27, રહે. સરખડીયા ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતો.

ત્યારે સામેવાળા નાનજી અને તેના ભાઈ ચકાએ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ધારીયા અને ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ.જાણવા મળ્યાં મુજબ, સામાવાળા ભરતના કૌટુંબિક સગા થાય છે. કુટુંબના જ એક બનેવી સાથે સામાવાળા ઝઘડો કરતા હોય, તેમને ઝઘડો ન કરવા અને છોડાવવા માટે ભરત વચ્ચે પડ્યો હતો. જેથી નાનજી અને શકાય તેને પણ માર માર્યો હતો




Latest News