હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ


SHARE









મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી 20 જેટલા અધિકારીઓને 100 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો પસાર થયો હતો ઉલેખનીય છે કે, આગામી તા 26 ના રોજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 52 બેઠકો માટે જુદા જુદા બૂથ ઉપર મતદારો મતદાન કરવાના છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મોરબીમાં મતદાન થાય તે માટે આજે ડીવાયએસપી જે.એમ. આલની આગેવાની હેઠળ મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે 20 જેટલા અધિકારીઓને 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમાં જોડાયા હતા. ખાસ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેલ ચોક, કાલિકા પ્લોટ, રવાપર રોડ, સનાળા રોડ, નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેશન, સરદાર રોડ, નગર દરવાજા, ગ્રીન ચોક, સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહેન્દ્રનગર, વીસીપરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને કોઈપણ જાતના ભય વગર નિર્ભય બનીને મતદારો ચૂંટણીનાં દિવસે મતદાન કરી શકે તેના માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનો મેસેજ મતદારોને આપવામાં આવ્યો હતો અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સેન્સેટિવ વિસ્તારોમાં બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યો છે




Latest News