હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ


SHARE









મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ

પુ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે શાસન સૈનિક શિબિરમાં આઠ વર્ષથી ઉપરના ૮૭ વિદ્યાર્થીઓને ૩ દિવસની શિબિરમાં પ્રથમ દિવસે પુ. શ્રી વર્ધમાન સ્વામીએ જ્ઞાનના વિષયમાં જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને પુ. સતીજીઓએ પણ જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો

પ્રારંભમાં નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ કલાકના સત્ર બાદ દરેક બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવેલ ત્રણેય દિવસ માટેનો આ લાભ માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને માતૃશ્રી ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે તો પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ માતૃશ્રી મલ્લિકા પ્રફુલભાઈ મહેતા, અને માતૃશ્રી ઉષાબેન કાંતિલાલ મહેતા મોર્બીએ લીધો હતો.સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, આદિ પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરીને આગામી પેઢીને જૈન ધર્મના વારસાનું ગૌરવ વધારવા તમામ પ્રકારની સહાય કરવા ગુરૂદેવોને વિનંતી કરી છેૐ




Latest News