મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ


SHARE







મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ

મોરબી કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તેમજ ચેકની ડબલ રકમ ચૂકવવા આદેશ કર્યો છે. અને આરોપી પૈસા ચુકવવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સજાનો મોરબી કોર્ટનો આદેશ કર્યો છે.

આ કેશની વિગત જોઇએ તો, આ કેશમાં ફરીયાદી હર્ષદભાઈ ધનજીભાઈ ઉંટવાડીયાએ મિત્રતાનાં દાવે વિપુલભાઈ ડાયાભાઈ ધરોડીયાને ૬ માસની મુદતમાં પરત આપવાની શરતે રૂા.૩,૦૦,૦૦૦ હાથ ઉછીનાં પેટે આપેલ અને તે અંગેનું હાથ ઉછીની રકમ આપ્યા અંગેની પ્રોમીસરી નોટ કરવામાં આવી હતી.ત્યારબાદ વિપુલભાઈ ચેકની રકમ ચુકવવામાં નિષ્ફળ જતા પ્રોમીસરી નોટની શરતોનો ભંગ કરતા હર્ષદભાઈએ મોરબી નામદાર કોર્ટમાં કેસ.નંબર ૫૫૮/૨૦૨૪ થી ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફરીયાદ કરતા શ્રી મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજી.ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં કેશ ચાલી જતા શ્રી મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી. મેજી.ફર્સ્ટ કલાસ સાહેબએ આરોપીને એક વર્ષની કેદ તથા ડબલ રકમ ફરીયાદ થયાની તારીખથી ૯ ટકા વ્યાજ સહિત ચુકવવી આપવા હુકમ કરેલ છે.તેમજ જો વળતરની રકમ ન ચુકવે તો ૯૦ દિવસની વધારાની સજાનો હુકમ કરેલ છે.આ કેશમાં ફરીયાદ પક્ષે ''કોટક લો ચેમ્બર''ના સિનિયર એડવોકેટ નિકુંજ પી.કોટક હેઠળ પ્રેકટીસ એડવોકેટ એડ.હાર્દિક.ડી.ગોસ્વામી, એડ.હિરેન.ડી.ગોસ્વામી તેમજ એડ.વિશાલ.પી.ચાવડા રોકાયેલા હતા






Latest News