હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા


SHARE









મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા

સોશયલ મીડિયા મારફતે મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ખોલવાના કારણે ઘણા લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા છે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવામાં મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા આધેડના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઈલ આવી હતી જેને મોબાઈલ ફોનમાં ઓપન કરવાની સાથે જ આધેડ અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ આધેડે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (50)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેનેરા બેન્ક તથા એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખૂલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 2/3 ના રોજ તેઓના મોબાઇલ ફોનમાં આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી જે ફાઈલને ઓપન કરવાની સાથે જ તેઓનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેમના એયુ બેંકમાં આવેલ એકાઉન્ટમાંથી 2.95 લાખ રૂપિયા તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા આમ કુલ મળીને 2 એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા આરોપીઓએ તેના જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને આધેડની સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News