મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન કોલસા મીલના મશીનના પટ્ટામાં સગીર ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તે સગીરને સારવાર માટે પ્રથમ મોરબી ત્યાંથી રાજકોટ અને ત્યારબાદ તેના વતનમાં લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મશીનના ઓપરેટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ત્યાં બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેન્દ્ર રાજાવત રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી લધીરપુર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. 18/11/2025 ના રોજ વિશાલ, સુરેશ અને ફરિયાદીનો સગીર ભાઈ ધીરપુર રોડ પર આવેલ કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં હતા ત્યારે ત્યાં રાત્રિના 9:30 આસપાસ કોલસો પૂરો થઈ ગયો હતો જેથી આરોપી બ્રિજેન્દ્ર રાજાવાતને મિલ બંધ કરી દેવા માટે થઈને કહ્યું હતું અને ટ્રેક્ટરના ડ્રાઈવરને સાથે લઈ જવા માટે સુરેશે તેને કહ્યું હતું જોકે કોલસા મિલમાં મશીનના ઓપરેટર આરોપી બ્રિજેન્દ્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી અને ફરિયાદીનો ભાઈ વિશ્વાસ (11) કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરનું તા. 25/11/2025 ના રોજ મોત નીપજયું હતું જેથી કોલસા મશીનના ઓપરેટરની બેદરકારીને કારણે વિશ્વાસનું મશીનના પટ્ટામાં આવી જવાથી ઇજા થવાના લીધે મોત નીપજયું હોય હાલમાં ભોગ બનેલા સગીરના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મશીનના ઓપરેટર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News