ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ


SHARE







































મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને સામે વાળાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ સામેવાળા શખ્સે સ્કોર્પિયો ગાડીમાં આવીને યુવાનના મિત્રની ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું અને ક્રેટા ગાડીમાં નુકશાન કર્યું હતું જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32) એ સાજીદભાઈ સાબુદીનભાઈ જેડા રહે.યમુનાનગરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં બે દિવસ પહેલા આરોપીના ભાઈ સાથે ફરિયાદીને બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં વીસીપરા મેઇન રોડ ઉપર ગોવિંદભાઈના ડેલા પાસે ફરિયાદી તેના મિત્રની ક્રેટા ગાડી નંબર જીજે 36 એઆર 4143 માં હતા ત્યારે આરોપી તેની સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો હતો અને ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું જેથી ક્રેટા ગાડીમાં જમણી બાજુના દરવાજામાં, આગળ અને પાછળના બોનેટ-બમ્પરમાં નુકસાન કર્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
















Latest News