મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાને પોતાના ઘર પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી દરમ્યાન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક પાસેથી ચોરાઉ બાઇક સાથે પોલીસ દ્વારા એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા ગુજરાત સોસાયટી સામે રહેતા રાહુલભાઈ કાંતિભાઈ અંબાલીયા (26)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 16/4 ના રોજ રાત્રિના 1 વાગ્યેથી લઈને સવારના 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ફરિયાદીના ઘર પાસે પડેલા તેના બાઈક નં જીજે 3 જે 3559 ની ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ છે દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શ્રદ્ધા પાર્ક પાસે અમરેલી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી દરમ્યાન આ બાઈકની રોહીદાસપરામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે દિલીપભાઈ ઉર્ફે ઇમરાન રાજેશભાઈ જાની રહે. રોહીદાસપરાની બાજુમાં ખાડા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News