મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ


SHARE







મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ

લેન્સકાર્ટના માલિક દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા જેવો પરિપત્ર કરવામાં આવેલ છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ દ્વારા કંપની રુલરેગયુંલેશન પરિપત્ર રાખવામા આવેલ છે તેમાં લખ્યું છે કે, શો-રૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે આવી હિન્દુ વિરોધી માનસિકતાના લીધે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેરઠેર તેનો ઉગ્ર વિરોધ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા નિર્ણયને ભારતનો હિન્દુ સમાજ કોઈપણ પ્રકારે સાંખી લેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો સોમવારે સાંજે 7 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશના લોકોને અપીલ કરતાં કહ્યું  હતું કે, એક હિન્દુ યોદ્ધ તરીકે કોઈએ પણ લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.






Latest News