ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી


SHARE











કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતુ કે, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજણાવ્યું હતું કે દેશના લોકોને આઝાદી મળી ત્યારે આઝાદીના લડવૈયાઓ દ્વારા લોકોને વીજળી મળે, સારા રોડ રસ્તા મળે, સારી આરોગ્યની સેવાઓ મળે તેવા અનેક સપના જોયા હતા જો કે, કોંગ્રેસના શાસન વખતે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગુજરમાં જયારથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર સત્તા ઉપર આવી છે ત્યારથી ગામડાઓ સુધી લોકોને વીજળી, આરોગ્યની 10 લાખ સુધીની સારવાર માટે આયુષમાન કાર્ડ વિગેરે અનેક સુવિધા મળી રહી છે આટલું જ નહીં ભૂતકાળના દિવસોને યાદ કરીને સભામાં આવેલા વડીલો સહિતના લોકો હાજર હતા તેઓએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી જવું હોય તો કેટલો સમય લાગતો હતો ત્યારે સામેથી જવાબ આવ્યો હતો કે દોઢ થી બે કલાક જો કે, આજે ભાજપની સરકારે ટનટન રોડ બનાવી દીધા છે જેથી માત્ર અડધા થી પોણા કલાકમાં જ મોરબી સુધી પહોચી જવાય છે, આ વિકાસ છે જો કે, તે કોંગ્રેસને દેખાતો નથી તેમ કહીને કોંગ્રેસને આડે હાથે લઈને ટોણો માર્યો હતો.






Latest News