ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી


SHARE











મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી

મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં ભાજપના ઉમેદવારો તથા પ્રબુધ્ધ નાગરીઓ સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં ખાસ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા અને ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાના છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોરબી જિલ્લમાં આવ્યા છે અને મોરબી કમલમ કાર્યાલય ખાતે મોરબી મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો તેમજ પ્રબુદ્ધ નાગરિક ઉદ્યોગકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના  દુશાસન વખતેના ભૂતકાળના દિવસો મોરબીએ જોયેલા છે ભાજપના સુશાસનના દિવસો પણ જોયા છે ત્યારે ભૂતકાળના દિવસો પાછા ન આવે તેવું ઈચ્છતા હોય તો મોરબી જિલ્લા અને ગુજરાતનો વિકાસ રોકવાનો પ્રયાસ કરનારાઓને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાના છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણી માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર કાર્યાલય ખુલતા હોય છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર કોઈ માણસો દેખાતા નથી કારણ કે સમાજ જીવનમાં જૂઠાણું ટૂંકા સમય માટે ચાલે છે, લાંબા સમય સુધી ચાલતું નથી

અંતમાં કહ્યું હતું કે, કોઈપણ જગ્યાએ જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ આગેવાન ચૂંટાશે તો મોરબીનો વિકાસ રુંધવાનું કામ કરશે આ ચૂંટણીમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને આ વખતે ચૂંટણીમાં જેઓને ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે તેઓને સંબોધતા કહ્યું હતું કે વર્ષો સુધી ભાજપના કાર્યકર્તાઓ પોતાના વિસ્તાર અને વોર્ડની અંદર કામ કરતા હોય છે અને તેઓના કામના લીધે જ ભાજપના ઉમેદવારો વિજય બનીને કોર્પોરેટર અને સદસ્ય બનતા હોય છે જેથી તમારા મત વિસ્તારમાંથી અડધી રાતે જો કોઈપણ નાગરિકનો ફોન આવે તો હસતા મોઢે તેના કામ કરવાની દરેક ઉમેદવારે તૈયારી રાખવાની છે. તેવી ટકોર કરી હતી.






Latest News