મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો


SHARE







શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપરથી શંકાસ્પદ રીતે બોલેરો ગાડી પસાર થઈ હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને પોલીસે યુરિયા ખાતરની થેલીઓ અને વાહન મળીને 2.27 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને ગાડીમાં યુરિયા ખાતરની થેલીઓ કયાંથી ભરવામાં આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 2876 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાં પાછળના ભાગે 100 જેટલી યુરિયા ખાતરની થેલીઓ ભરી હોવાનું સામે આવ્યું હતું જેથી વાહન ચાલક પાસેથી યુરિયા ખાતરની થેલીઓનું બિલ માંગવામાં આવતા તેની પાસે બિલ ન હતું અને તેનું નામ અશોકભાઈ ધનજીભાઈ ઝાપડિયા (36) રહે. પરનાળા તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતરના જથ્થાને કબજે કર્યો હતો અને 27000 રૂપિયાની કિંમતનું યુરિયા ખાતર તથા 2 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી આમ કુલ મળીને 2.27 લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ બોલેરો ગાડીમાંથી મળી આવેલ યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લઈ આવેલ છે અને કોને આપવાનો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News