મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે


SHARE











મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે

મોરબીના જુદાજુદા વિસ્તારમાં વિદેશી દારૂની 5 રેડ કરી હતી જેમાં કુલ  મળીને દારૂની 8 બોટલ કબ્જે કરવામાં આવી છે અને મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે વાંકાનેર તાલુકામાંથી બિયારનું એક ટીન અને હળવદમાંથી દારૂની નાની એક બોટલ પોલીસે કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી કાર નંબર જીજે 36 એએફ 7267 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 12,200 ની કિંમતની દારૂની બોટલ તથા 7 લાખ રૂપિયાની કિંમતની કાર અને 70 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 7,82,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી મિતભાઈ મનહરભાઈ ઓધવિયા (23) રહે મીથીલા એપાર્ટમેન્ટ એવન્યુ પાર્ક શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે શખ્સ પાસેથી આ દારૂની બોટલ મેળવી હતી તેનો મોબાઇલ નંબર પોલીસને મળેલ હોય તેના આધારે પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરના નાકા પાસેથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે 36 એએસ 7023 ના ચાલકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 480 ની કિંમતનો દારૂ તથા 25,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 25,480 ની કિંમતના મુદ્દામાલ સાથે રોહિતભાઈ ધનજીભાઈ છીપરીયા (22) રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂની બોટલો તેને ધીરજભાઈ ગોવિંદભાઈ ચાવડા (50) રહે. કુબેર સોસાયટી શેરી નં-1 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંનેને પકડીને પોલીસે બંને સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ચામુંડા પાન નજીક જાહેરમાંથી પસાર થઈ રહેલા જુદાજુદા બે શખ્સોને રોકીને પોલીસે છે કર્યા હતા ત્યારે તે બંને પાસેથી દારૂની નાની એક એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી વિનયભાઈ પરસોતમભાઈ પટેલ (26) રહે. ઘૂટું રોડ હરિઓમ પાર્ક સોસાયટી પાસે સૈયોના એન્ટર પ્રાઇઝ લી. સિમેન્ટ પ્લાન્ટની ઓરડીમાં મોરબી અને રાહુલભાઈ રામજીભાઈ માકડીયા (34) રહે. પાવન પાર્ક શેરી નં. 3 મોરબી વાળાને પકડીને પોલીસે બંને સામે જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગાંધી ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવતા પોલીસે 230 ની કિંમતની દારૂની બોટલ સાથે કિશનભાઇ દિલીપભાઈ કાનાબાર (29) રહે. આનંદનગર પાપાજી ફન વર્લ્ડની પાછળ મોરબી વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનોથી આગળની કાર્યવાહી કાર્યવાહી કરેલ છે.

એક બીયર

વાંકાનેરના માટેલથી વીરપર તરફ જવાના રસ્તા ઉપર આવેલ શીતળાધાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી એક બીયર મળી આવ્યું હતું જેથી પોલીસે 240 રૂપિયાની કિંમતનું બીયર તથા મોબાઈલ ફોન મળીને 1740 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી સ્થળ ઉપરથી નાસી જતા હાલમાં દશરથભાઈ ઉર્ફે દાસો ગોરધનભાઈ સરાવાડીયા રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ તળાવની પાળ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 650 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી વિશાલ સુરેશભાઈ વઢરૂકીયા (24) રહે. ગોરી દરવાજા પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News