મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો


SHARE











માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો

કચ્છ બાજુથી અમદાવાદ તરફ કતલખાને અબોલ જીવને આઇસર ગાડીમાં લઈને જવાના છે તેવી ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી કરીને માળીયા પાસે વોચ રાખી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબનું વાહન નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેથી વાહન ચાલકે તેનું આઇસર મારી મૂક્યું હતું જેનો પીછો કરીને ધાંગધ્રા નજીક આઇસર ગાડીને રોકી હતી ત્યારે ગૌરક્ષકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવામાં આવી રહેલા 38 જેટલા અબોલ જીવને બચાવવામાં આવેલ છે અને ધાંગધ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે.

કચ્છ તરફથી  માળીયા થઈને અમદાવાદ બાજુ આઇસર ગાડીમાં અબોલ જીવને કતલખાને લઈ જવાના છે તેવી હક્કિત મળી હતી જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન, પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, ધાંગધ્રા ગૌરક્ષક દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની આઇસર ગાડી નં. જીજે 6 એટી 8168 આવતા તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે માળીયા પાસેથી વાહન ચાલકે તેની ગાડીને ભાગાવી મૂકી હતી જેથી માળીયાથી આઇસરનો પીછો કરતા હતા અને આઇસર હળવદ થઈને ધાંગધ્રા તરફ જઈ રહ્યું હતું ત્યારે ધાંગધ્રા નજીક ગાડીને રોકી હતી અને તેને ચેક કરવામાં આવતા ગાડીમાં ક્રૂરતાપૂર્વક   ખીચો ખીચ  38 પાડા ભરેલા હતા જેથી કરીને કતલખાને લઈ જવામાં આવતા અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા હતા અને ગાડી સહિતનો મુદામાલ ધાંગધ્રા પોલીસને હવાલે કરવામાં આવેલ છે. જેથી કરીને પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, અબોલ જીવ ભરેલા આઇસરનું જુદીજુદી 3 ગાડીમાં રહેલા શખ્સો દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું અને ગૌરક્ષકો દ્વારા અબોલ જીવ ભરેલી ગાડી રોકવામાં આવતા તેઓની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News