મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ


SHARE











મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ

મોરબીમાંથી કાર લઈને બાળ કિશોર પસાર થઈ રહ્યો હતો જે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 5.15 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી કાર નંબર જીજે 3 એમઈ 9959 લઈને બાળ કિશોર પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી 75 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 15,000 રૂપિયાની કિંમતમાં દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતને ગાડી આમ કુલ મળીને 5,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ દરમ્યાન માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયાના કહેવાથી અજાણ્યા શખ્સ પાસેથી ગાડીમાં દારૂ ભરીને નવા જાંબુડીયા નજીક નરેશભાઈ ઇશ્વરભાઈ ખરા નામના શખ્સને દારૂનો જથ્થો આપવા જતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મહિલા સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

એક બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 4 માં ભવાની બેકરી પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (33) રહે. રવાપર રોડ સદગુરુ સોસાયટી મોરબી તથા અભિષેક ઉર્ફે અભી પ્રવીણભાઈ સંઘાણી (25) રહે રવાપર રોડ પ્રમુખ રેસીડેન્સી મારુતિ એપાર્ટમેન્ટ બીજો માળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન હિરો નામના શખ્સ પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

120 લીટર આથો

માળીયા તાલુકાના નવાગામની સીમમાં ચેકડેમની પાળ પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લીટર આથી મળી આવતા પોલીસે 3,000 ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી યુનુસુભાઈ અબ્દુલભાઈ જેડા (42) રહે. નવાગામ વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News