મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE











મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત

મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા વર્ષાબેન પરમારનું સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. રીક્ષા પાછળના ભાગે બેઠા હતા, કોઈ કારણે પડી જતા ગંભીર ઈજા થઈ હતી. તેમના પરિવારમાં શોક છવાયો હતો.

મોરબીના નવી ટિંબડી ગામે રહેતા વર્ષાબેન મુનેશભાઈ પરમાર (39) ગઈ તા.11 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા આસપાસ ઘરેથી રિક્ષામાં બેસીને કારખાને જતા હતા ત્યારે ટીંબડી ગામના પાટીયા પાસે રીક્ષામાંથી પડી જતા ઈજા થતા મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. અહીંથી ખાનગી હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વર્ષાબેનના પતિ સીરામીક કંપનીમાં મજૂરી કામ કરે છે. વર્ષાબેન પોતે પારકા ઘરના કામ કરતા હતા. તેઓ બનાવના દિવસે સવારે 6 વાગ્યાં આસપાસ કામે ગયા હતા, અને 8:30 વાગ્યે આસપાસ પર રિક્ષામાં બેસીને ઘરે આવતા હતા ત્યારે રિક્ષાના પાછળના ભાગે બેઠા હોય અને અચાનક નીચે પડી જતા તેમને માથે શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેઓને પહેલા મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં રિફર કરાયા હતા અહીં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News