હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ


SHARE









મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ

મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વર જંગલ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા માટે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી જે અંતર્ગત જડેશ્વર જંગલ વિસ્તારમાં નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીયો માટે 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ સ્થળોએ મુકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવને પણ સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે છે. તે ઉપરાંત, પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વૃક્ષો પર કૂંડા લટકાવી દાણા નાખીને તેમને નિરંતર ખોરાક મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ પહેલ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. બંને સંસ્થાઓના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આવી માનવતાભરી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.




Latest News