મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે


SHARE











મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂર્ણ થયો ત્યાં સુધીમાં કુલ મળીને 204 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાની માહિતી અધિકારી પાસેથી જાણવા મળી રહી છે. જો કે, ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ બુધવાર છે જેથી ત્યાં બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબીમાં અલગ અલગ ત્રણ જગ્યા ઉપર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં હતા અને કુલ મળીને મહાનગરપાલિકાની ચૂંટણી માટે 204 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે જો આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો શુક્રવાર સુધીમાં વોર્ડ નંબર 1 થી 4 માં 23, વોર્ડ નંબર 5 થી 9 માં 31 અને વોર્ડ નંબર 10 થી 13 માં 21 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો ત્યારે વોર્ડ નંબર 1 થી 4 માં 45, 5 થી 9 માં 47 અને 10 થી 13 માં 37 આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે આમ કુલ મળીને વોર્ડ નંબર 1 થી 4 માં 68, વોર્ડ નંબર 5 થી 9 માં 78 અને વોર્ડ નંબર 10 થી 13 માં 58 આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવા આવ્યા છે જોકે હવે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમાં કેટલા ફોર્મ રિજેક્ટ થાય છે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે તે નક્કી થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે






Latest News