મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબીના ઝીકિયારી ગામ નજીક ડેમની ગોળાઈ પાસેથી ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પડધરી તાલુકાના બોડી ઘોડી ગામે રહેતા દેવશીભાઈ તેજાભાઈ ભરવાડ (29)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 7828 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના ઝીકિયારી ગામ પાસે ડેમની ગોળાઈ નજીકથી ફરિયાદીનું બાઈક નંબર જીજે 3 પીએફ 7586 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક વાછાભાઈ ચલાવી રહ્યા હતા અને ટ્રક ચાલકે તેઓને ડબલ સવારી બાઈકને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને જમણા ગાલ, આંખ અને ડાબા જડબામાં અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા વાછાભાઈને માથા, મોઢા, છાતી તથા જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ભાવિક દીપકભાઈ મહેશ્વરી (25) નામના યુવાને કોઈ કારણોસર મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી




Latest News